Jio Bharat 4G Phone : હાલના યુગ મા દરેક વ્યક્તિ ને ફોન ની જરુર પડે છે..આજ ના સમય મા દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેમાં આવેલી ટેક્નોલૉજીના આધારે મોબાઈલ માં ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરે છે. તાજેતરમાં આ રિચાર્જ અને મોબાઈલ ખૂબ જ મોંઘા થઈ ગયા હોવાને લીધે સામાન્ય માણસ આવા સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકતા નથી અથવા તો તેમાં રિચાર્જ કરાવી શકતા નથી.પરંતુ રીલાયન્સ જીઓ કંપની દ્વારા Jio Bharat 4G Phone થોડા સમય પહેલા જ લોન્ચ કરવામાં આવ્યો હતો અને તેની ફોન ની કિંમત 999 રૂપિયા હતી .પણ અત્યારે હાલમા દિવાળીના તહેવારના કારણે આ ફોનની કિંમતમાં ઘટાડો કરેલો છે. આ ફોન વિષે ની માહિતી નીચે મુજબ છે તે જોઈએ.
Jio Bharat 4G Phone | જીઓ ભારત 4G ફોન
ભારત દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશભાઇ અંબાણીની કંપની રીલાયન્સ જીયો એ દિવાળી ના તહેવાર પર જીઓ ભારત 4G ફોનમાં 30% નો ખુબ જ જંગી ઘટાડો કર્યો છે. હાલ આ તહેવાર ના મર્યાદિત સમયગાળા માટે રુ 999 ની કિંમતનો 4જી ફોન હવે રુ 699 ની કિંમતે મોબાઇલ માર્કેટમાં વેચાઈ રહ્યો છે. તમે આ ફોનમાં 123 રૂપિયાનુ રિચાર્જ કરાવી શકો છો.તેમા તમને માસિક ટેરિફ પ્લાનમાં અનલિમિટેડ Free વોઇસ કોલ અને 14 GB ડેટા પણ મળી રહેશે.
આ જીઓ ભારત 4G ફોન લીધા બાદ તેમાં રિચાર્જ કરાવવાનું રહેશે. મહત્વની બાબત એ છે કે રીલાયન્સ કંપની એ આ ફોનની સાથે તેના રિચાર્જમાં પણ 40 % નો ઘટાડો કર્યો છે અને આ રિચાર્જ 123 રૂપિયામાં આખો મહિનો મળશે. આ ફીચર ફોનનુ રિચાર્જ કરવા માટે ઓછામાં ઓછા 199 રૂ છે. પરંતુ આ રિચાર્જ તમને 123 રૂપિયામાં મળશે અને તમને 76 રૂપિયાનો ફાયદો પણ થશે. જો આ જ રીતે તમને દરેક રિચાર્જ પર 76 રૂપિયા મળે તો 9 માહિનામાં તમારો મોબાઇલ ફોન Free થઈ જાય.
Phone Features ફોનના ફીચર્સ
જીઓ ભારત 4G ફોનમાં 455 થી વધુ લાઈવ ટીવી ચેનલ, મૂવી પ્રીમિયમ અને નવી ફિલ્મો, વિડીયો શો, લાઈવ સ્પોર્ટ પ્રોગ્રામ, Jio Cinemaની હાઇલાઇટ, ડિજિટલ પેમેન્ટ, QR કોડ સ્કેન વગેરે જેવી સુવિધાઓ મળવા પાત્ર છે. આ ફોનમાં Jio Pay, Jio Chat જેવી પ્રિલોડેડ Application પણ જોવા મળે છે. તમે આ ફોન તમારા નજીકના મોબાઇલ સ્ટોર સિવાય Jio Mart અને Amazon પરથી ઓનલાઈન ખરીદી શકાય છે.
મહત્વની લીંક
Jio Mart માંથી ખરીદી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |