તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા માટેની બધી નવી સ્કીમ સાંભળી જ હશે ને? આજના આધુનિક યુગમાં કોઈપણ વ્યક્તિ પોતાના બચાવેલા રૂપિયાનું સારું રિટર્ન મેળવવા માંગે છે. પરંતુ તે એટલું સહેલું હોતું નથી. દરેક વ્યક્તિ પોતાના કમાયેલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી પરંતુ તે પણ અયોગ્ય છે. આજના જમાનામાં રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. આ રોકાણ કરવા માટે અને તમારા પૈસાની સેફટી રહે તે માટે પોસ્ટઓફિસ એ લઘુ બચત યોજનાઓ ચલાવે છે. જેમાં તમારી મૂડી સલામત રહે છે. આ બધી જ યોજનાઓ રોકાણકારોને સલામત રીતે અને ગેરંટી રૂપે રિટર્ન સાથે આવકવેરામાં પણ છૂટ આપે છે.
Post Office Scheme | પોસ્ટ ઓફિસ સ્કીમ
આ સ્કીમ પોસ્ટ ઓફિસ ની PPF યોજના વિશે છે. જેનું પૂરું નામ PPP (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ)છે .આ યોજના લઘુ બચત યોજનાઓ માની એક છે . જે લાંબા ગાળે વધારે નફો આપે છે. આ લઘુ બચત કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે . આ પીપીએફ ખાતું ખોલાવવાથી ફાયદો થાય છે. જેમાં તમે ઓછા વ્યાજ દર પર સારું રિટર્ન મેળવી શકો છો તેની માહિતી નીચે મુજબ દર્શાવેલી છે.
હાલમાં મળી રહ્યો છે એટલો વ્યાજ | Post office scheme interest rate
આ પોસ્ટ ઓફિસમાં વ્યાજદર ની સ્કીમ વિશે જાણીએ.આ પીપીએફ સ્કીમમાં હાલમાં 7.1% વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે. જે કોઈપણ બેંકની એફડી પર મળતા વ્યાજ દર કરતા વધારે હોય છે . સમયાંતરે કેન્દ્ર સરકાર તેમાં અલગ અલગ ફેરફાર કરતી રહે છે. પરંતુ તેઓ ક્યારે વ્યાજ દર ઘટાડતા નથી. આ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ખાતું કોઈ પણ બેંક તથા પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકો છો . આ યોજના ફક્ત ભારતીય નાગરિકો માટે જ લાગુ પાડવામાં આવે છે.
₹500 થી ખોલાવો ખાતું (Post Office Scheme)
જો તમે પણ આ સ્કીમમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તો ઓછામાં ઓછા રૂપિયા 500 થી રોકાણ કરી શકો છો અને સૌથી વધારેમાં વધારે એક નાણાકીય વર્ષમાં રૂપિયા 1.5 લાખ સુધીનો રોકાણ કરી શકો છો અને તે નક્કી કરેલ રકમ સિવાય વધારાની રકમ જમા કરાવશે તો તેને કોઈપણ પ્રકારનો વ્યાજ દર આપવામાં આવશે નહીં. જે તે અરજદાર દર વર્ષમાં એક જ વાર અથવા વધારેમાં વધારે 12 કિશ્તોમાં નાણાં જમા કરાવી શકે છે.
મળે છે આટલા પૈસા
આ પીપીએફ સ્કીમમાં રોકાણ કરવો મેજોરીટી પિરિયડ 15 વર્ષનો હોય છે. ત્યારબાદ જો તમે ઈચ્છતા હોય તો તેને પાંચ વર્ષ સુધી લંબાવી શકો છો જો તમે આ પીપીએફ ખાતામાં રોજનું રોકાણ કરવા માંગતા હોય તો રોજ રૂપિયા 100 જમા કરો તો એક વર્ષમાં રૂપિયા 36,000 નું રોકાણ થાય છે. આવી જ રીતે જો તમે 15 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો તો આ રોકાણમાં રૂપિયા 5,47,500 નુ થાય છે.
જો દરેક પોસ્ટ ઓફિસ તરફથી 7.1% વ્યાજ દર આપવામાં આવે તો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષ પછી તમને કુલ રૂપિયા 9,89,931 ની મોટી રકમ મળી શકે છે જેમાં તમારી વ્યાજની કમાણી રૂપિયા 4,42,431 મળશે. તેથી તમે આ સ્કીમ માં જેટલી પણ વધારે મોટી રકમનો રોકાણ કરશો તેટલું જ વધારે રિટર્ન મળી શકશે.