Tablet Sahay Yojana 2024 : નમો ટેબ્લેટ યોજના 2024 - Amreli update

Tablet Sahay Yojana 2024 : નમો ટેબ્લેટ યોજના 2024

Namo etab yojana : ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના ભણતરના આગળ વધારવા તથા તેમના ઉજવળ ભવિષ્ય માટે નવી નવી સહાયતાઓ બહાર પાડે છે. તેમાની એક યોજના નમો ટેબલેટ યોજના છે. હાલની ટેકનોલોજી તથા ડિજિટલ થી ઇન્ડિયાના પ્રયાસ ને વેગ આપવા માટે આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને રૂ. 1000 ટોકન ભરીને ડિસ્કાઉન્ટ કિંમત મફત ટેબ્લેટ આપવામાં આવે છે.આ કાર્યક્રમ દ્વારા સરકાર કોલેજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અને સારી ગુણવત્તા વાળું ટેબલેટ નો વિતરણ કરીને મદદરૂપ બનશે. 

Tablet Sahay Yojana Gujarat2024

યોજનાનું નામ         નમો ઈ-ટેબ્લેટ યોજના 2024
લાભ કોને મળશે   કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
આ યોજનાનો હેતુડિજિટલ શિક્ષણને વેગવંતુ બનાવું
વિભાગ              શિક્ષણ વિભાગ, ગુજરાત
સતાવાર વેબસાઈટ https://digitalgujarat.gov.in/

ગુજરાત નમો ઈ-ટેબ્લેટ યોજના 2024

Namo Etab Yoajan Gujarat : આ ઈ-ટેબલેટ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ જ છે કે વિદ્યાર્થીઓને સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળું ટેબલેટ સસ્તા ભાવમાં આપવાનો છે. આ યોજના 2023 ના વર્ષમાં અમલમાં આવી. આ ટેબલેટ દ્વારા કોલેજ કે બીજી ઉચ્ચ શિક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓ વધારે સારી રીતે અસરકારક શિક્ષણ મેળવી શકે છે. એની મદદથી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અભ્યાસમાં વધારે સારી રીતે મદદ કરી શકે છે. અને તેઓ ઘરે બેઠા આરામથી ઓનલાઇન અભ્યાસનો સહારો લઈ શકે છે. 

નમો ઈ-ટેબ્લેટ યોજનાનો ધ્યેય

આ યોજના દ્વારા કોલેજના નવા વિદ્યાર્થીઓની રૂપિયા ₹1,000 નું ટોકન આપીને ટેબલેટ આપવામાં આવે છે. જે આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસમાં ઉપયોગમાં આવે છે. 

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નમો ટેબલેટ સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેમને રૂ.1000  પણ આપીને ટેબલેટ આપવામાં આવશે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને આ ટેબલેટ આપશે. જેથી કરીને વિદ્યાર્થીઓ તેમનું શૈક્ષણિક કાર્ય ઉપરાંત ઘરે બેઠા ડિજિટલ લર્નિંગ નો ઉપયોગ કરીને પણ અભ્યાસ કરી શકે છે .વધુમાં કોરોનાકાળ દરમિયાન આ ટેબલેટ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેસીને અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ બન્યું હતું. 

જરૂરી ડોક્યુમેન્ટ

  • વિદ્યાર્થીની આધારકાર્ડની ઝેરોક્ષ, 
  • ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, 
  • ધોરણ 12 પાસ માર્કશીટની ઝેરોક્ષ, 
  • કોલેજ તેમજ પોલિટેકનિક કોલેજમાં એડમિશનનું પ્રમાણ પત્ર, 
  • ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર/રેશન કાર્ડની ઝેરોક્ષ, 
  • જાતી પ્રમાણપત્રની નકલ. 

ગુજરાત નમો ઇ-ટેબ્લેટ કોને મળશે

  • જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક  1 લાખ રૂપિયા કરતાં ઓછી હશે તેઓને આ યોજનાનો લાભ મળશે. 
  • વિદ્યાર્થી તથા તેનાે પરિવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. 
  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ધોરણ ૧૨ પાસ કરેલ હોવુ જોઇએ.
  • વિદ્યાર્થીએ UG માં કોઇ પણ કોલેજમાં કોઇ પણ કોર્ષમાં પ્રથમ વર્ષમાં  એડમિશન લીધેલુ હોવુ જોઇએ.
  • આ યોજનાનો લાભ પોલિટેકનિક કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મળવાપાત્ર થાય છે.

નમો ટેબલેટ ઓફલાઈન એપ્લિકેશન ફોર્મ

નમો ટેબલેટ યોજનાનો લાભ મેળવવા માટે કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ નમો ઈ ટેબલેટ પ્રોગ્રામ માટેનું ફોર્મ હશે તે પોતાની કોલેજમાંથી ભરવાનું રહેશે.તે પછી આ ટેબલેટ કોલેજ દ્વારા આપવામાં આવશે.કોલેજના નવા સત્રની શરૂઆત થાય  પછી આ યોજના માટેના ઓફલાઈન ફોર્મ કોલેજ દ્વારા જૂન મહિનામાં ભરવામાં આવે છે. આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને લીનોવો તથા એસર કંપનીના ટેબલેટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ આ ટેબલેટ દ્વારા કોલેજના અભ્યાસક્રમ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ ઓનલાઇન અભ્યાસથી ઘરે બેઠા કરી શકે છે.જે વિદ્યાર્થીઓ મોંઘા ટેબલેટ ખરીદવા અસમર્થ હોય છે તેઓ ઓછા ખર્ચે ઓછા ગુણવત્તાવાળા આ મફત ટેબલેટ ખરીદી શકીને પોતાના અભ્યાસમાં વધારો કરી શકે છે.

Important date

ફોર્મ ભરવાના શરુ તારીખ 09/10/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/11/2024

Important links

સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા અહી ક્લિક કરી

Leave a Comment