Sardar Patel Awas Yojana Gujarat | ઘર બનાવવા માટે સહાય - Amreli update

Sardar Patel Awas Yojana Gujarat | ઘર બનાવવા માટે સહાય

Sardar Patel Awas Yojana Gujarat: ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા વર્ગો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે આ યોજના બહાર પાડવામાં આવે છે.જે યોજનાનુ નામ સરદાર પટેલ આવાસ યોજના છે. આ યોજનામાં ગરીબ પરિવારને પોતાનું ઘર બનાવવા માટે આર્થિક મદદ કરવામાં આવે છે.જેનુ સંચાલન ગુજરાતના શહેરી વિસ્તારો દ્વારા કરવામાં આવે છે .જેવી કે, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) અને ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB), ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામીણ હાઉસિંગ કોર્પોરેશન (GRHC). 

સરદાર પટેલ આવાસ યોજના ગુજરાત

યોજનાનું નામ સરદાર પટેલ આવાસ યોજના
શરુ કરનાર ગુજરાત સરકાર
હેતુ આર્થિક રીતે નબળા લોકોને ઘર બનાવવા માટે સહાય
અરજી માધ્યમઓફલાઈન
સત્તાવર વેબસાઈટ https://panchayat.gujarat.gov.in/

યોજનાના લાભો

  • ૧.સસ્તાભાવે આવાસ: યોજના આર્થિક રીતે ગરીબ પરિવારને નાણાકીય સહાય આપીને તેમના ઘર બનાવવામાં સક્ષમ કરે છે
  • .સુધારેલ જીવનધોરણ: આ પરિવારોને વીજળી પાણી અને સ્વચ્છતા જેવી સુવિધાઓ તથા કાયમી ઘર આપીને જીવન ની ગુણવત્તામાં વધારો કરવાનો હેતુ છે. 
  • ૩.મકાનમાલિકી દ્વારા સશક્તિકરણ: યોજના દ્વારા તે પરિવારોને ઘરની માલિકી સલામતિ અને સશક્તિકરણ ની ભાવના આપે છે. જેનાથી તેઓને કાયમી સરનામું અને ઘરના માલિકીની લાગણી મળી રહે છે. 
  • ૪.સબસિડી: સરકાર તેમને આ ઘર બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે.તેથી તેઓને ઘર બાંધવામાં વધારે સુલભતા રહે
  • ૫.રોજગારની તકો: મકાનો ના નિર્માણથી આજુબાજુના  સ્થાનિક મજૂરોને આર્થિક રોજગાર મળી રહે છે તેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળે છે. 
  • ૬.આર્થિક વૃદ્ધિ: મકાન નિર્માણ વખતે સામગ્રી અને સેવાઓ ની માંગ પેદા થાય છે તેથી આ યોજના આર્થિક વિકાસમાં ફાળો આપે છે. 

લાયકાત

  • ૧. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી રેખા (BPL કાર્ડ) નીચે જીવતા વ્યક્તિઓ જ આ યોજના માટે અરજી કરી શકે છે.
  • ૨. અરજી કરનાર પાસે કોઈ પ્લોટ અથવા મકાન ન હોવું જોઈએ અને અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ મેળવ્યો ન હોવો જોઈએ.
  • ૩. એક હેક્ટર બિન-પિયત જમીન ધરાવતા તથા વધુમાં વધુ અડધો હેક્ટર સિંચાઈવાળી જમીન ધરાવતા લોકો આ યોજના માટે લાયક છે
  • ૪. પાંચ વર્ષથી એક જ ગામમાં રહેતા પતિ પત્ની અને તે ગામમાં કોઈ  પ્લોટ કે મકાન ધરાવતા ન હોય. 
  • .અરજદારે પહેલા આવી કોઈ યોજનાનો લાભ લીધેલો નથી અને તેવો બીપીએલ કાર્ડ ધારક છે તેવું પ્રમાણપત્ર ગામના સરપંચ પાસેથી લાવવું જરૂરી છે
  • . આ યોજનાનો લાભ જીવનમાં ફક્ત એક જ વાર લઈ શકાય છે

અરજી પ્રક્રિયા

  • .અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
  • ૨.જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરવાનુ રહેશે. 
  • .એમાં જમીનના દસ્તાવેજો, ઓળખનો પુરાવો, BPL નોંધણીનો પુરાવો, સરનામાનો પુરાવો, સરપંચનું પ્રમાણપત્ર સહિતના જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે
  • ૪.આ અરજી ફોર્મ નજીકના તાલુકા વિસ્તાર અધિકારી, તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતમાં સબમિટ કરવું પડશે

જરૂરી દસ્તાવેજો

  • ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તેમનો બીપીએલ લાભાર્થી તરીકે નોંધણીનો પુરાવો. 
  • સરનામાનો પુરાવો -(રેશન કાર્ડ, વીજળી બિલ, વગેરે)
  • ઓળખનો પુરાવો -(આધાર કાર્ડ, મતદાર કાર્ડ, વગેરે)
  • અરજદાર પાસે મકાન કે પ્લોટ નથી તે સાબિત કરેલા જમીનના દસ્તાવેજો
  • આ યોજનાનો લાભ ન લીધો હોય અને પાત્રતા ધરાવતા હોય તેવું ગામના સરપંચ નું પ્રમાણપત્ર
  • આવકનો પુરાવો -(આવકનું પ્રમાણપત્ર, પગાર સ્લિપ અથવા બેંક સ્ટેટમેન્ટ)
  • સરકારી સત્તાવાળાઓ દ્વારા વિનંતી કરાયેલ કોઈપણ અન્ય દસ્તાવેજો. 
અરજીફોર્મ ડાઉનલોડ કરવા         અહીં ક્લિક કરો
સત્તાવર વેબસાઈટ પર જવા       અહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો

નોધ: અમારો ઉદેશ્ય સરકારી યોજનાની માહિતી તમારા સુધી પહોચાડવાનો છે. અને તે યોજનાની માહિતી મેળવી તમે લાભ લઇ શકો . અહી આપવામાં આવતી માહિતી ઓનલાઈન અલગ અલગ સાર્વજનિક સ્ત્રોત માહિતી મેળવી તમારા સુધી પહોચાડીછીએ. સત્તાવાર વેબસાઈટ તમામ માહિતી તેમજ સંપર્ક કરી પછી જ ફોર્મ ભરવું.

Leave a Comment