Ration card ekyc gujarat : તાજેતરમાં ભારત સરકારે રેશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરવાની સૂચના આપેલી છે. જે કરવું ફરજિયાત છે . આ ઈ-કેવાયસી લીધે ઘણા લોકોને મનમાં ખૂબ જ પ્રશ્નો ઉદ્ભવે છે જેવા કે,
- રાશનકાર્ડમાં ઈ-કેવાયસી શા માટે કરવું પડે છે ?
- રાશનકાર્ડમાં ઈ-કેવાયસી ના કરાવીએ તો શું થાય ?
- કોઈ પણ એક સભ્ય દ્વારા ઈ-કેવાયસી કરાવીએ તો ચાલશે કે નહીં ?
- પરીવારનો કોઈ સભ્ય ઘરથી દૂર રહે છે તો તે માટે શું કરવું ?
આ બધા સવાલોના જવાબ આજના આ લેખમાં મળવાના છે .તો જો તમને ઉપર માંથી કોઈ એક પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ લેખ જરૂર વાચજો.
રેશન કાર્ડ ekyc ગુજરાત ને તમારા પ્રશ્નોના જવાબ:-
૧.રાશનકાર્ડમાં ઈ-કેવાયસી શા માટે કરવું પડે છે ?
જો કોઈ પરિવારમાં કોઈ સભ્યનું અવસાન થયું હોય ,બાળકનો જન્મ થયો હોય, તથા લગ્ન સંબંધથી રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેર્યું હોય તથા મરણથી કમી થયું હોય તેથી તેની જાણકારી સરકારને મળી રહે તે માટે રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવવું જરૂરી છે.
ભારત સરકાર માટે આ માહિતી જાણવી જરૂરી છે કારણ કે સરકાર રેશનકાર્ડમાં લખેલા સભ્યોના આધારે રાશન આપે છે. રેશનકાર્ડમાં જો કોઈ સભ્યનું નામ કમી થયું હોય તો તેટલા પ્રમાણમાં ઓછું રાશન મળે છે. અને કોઈ સભ્ય ઉમેરાયું હોય તો તેટલા જથ્થામાં વધુ રાશન મળે છે.
૨.રાશનકાર્ડમાં ઈ-કેવાયસી ના કરાવીએ તો શું થાય ?
રાશનકાર્ડમાં નામ ધરાવતી વ્યક્તિઓમાંથી જે વ્યક્તિ 30 સપ્ટેમ્બર સુધી આ ઈ-કેવાયસી નહીં કરાવે તો 30 સપ્ટેમ્બર પછી તે વ્યક્તિના ભાગના રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં પરંતુ આપેલ તારીખ પછી જો તે ઈ કેવાયસી કરાવશે તો ત્યાર પછી તેના ભાગનું રાશન મળવાનું શરૂ થઈ જશે.
જો તમે તમારા મોબાઇલ કે કોમ્પ્યુટર દ્વારા રાશનકાર્ડનું ઈ-કેવાયસી કરવા માંગો છો તો નીચે દર્શાવેલા પગલાં ને અનુસરો.
૩.કોઈ પણ એક સભ્ય દ્વારા ઈ-કેવાયસી કરાવીએ તો ચાલશે કે નહીં ?
રાશનકાર્ડ માં નામ ધરાવતા ઘરના દરેક સભ્ય એ ઈકેવાયસી કરાવવું ફરજિયાત છે. જે સભ્ય ઈકેવાયસી નહીં કરાવે તો તેના ભાગનું મળતું રાશન બંધ કરી દેવામાં આવશે અને જેટલા સભ્યોનો ઈ કેવાયસી કરાવેલું હશે તેમનું જ રાશન મળવા પાત્ર રહેશે.
જે સભ્ય ઈ-કેવાયસી કરાવ્યું નથી તે ઈ-કેવાયસી કરાવશે ત્યારે જ તેના ભાગનો રાશનનો જથ્થો મળવાનો શરૂ થશે.
૪.પરીવારનો કોઈ સભ્ય ઘરથી દૂર રહે છે તો તે માટે શું કરવું ?
જો ઘરનો કોઈ સભ્ય ઘરથી દૂર રહે છે તો તે સભ્ય ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તથા તેના આસપાસના રાશન ડીલર પાસે જઈને પોતાનું ઈ-કેવાયસી કરાવી શકે છે.
Ration card e-kyc ના કરાવીએ તો શું થશે ?
જો તમે 30 સપ્ટેમ્બર સુધી રેશનકાર્ડ ekyc કરશો નહિ તો 30 સપ્ટેમ્બર પછી તે વ્યક્તિના ભાગનું રેશન જથ્થો મળશે નહીં પરંતુ જો તે તેના પછી ekyc કરશે તો તેને ત્યારબાદનું રેશન જથ્થો મળશે. હવે રેશન કાર્ડ ekyc ૩૧ ડીસેમ્બર ૨૦૨૪ સુધી કરી શકશો.
ઘરે બેઠા ઓનલાઇન રેશનકાર્ડનું ઈ કેવાયસી કરો
તમે MY RATION એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ ઘરે બેઠા ઈકેવાયસી કરી શકો છો. આવા સરકારી સમાચાર મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો. વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
હોમ પેજ | અહી ક્લિક કરો |