Aadhar card update : આધાર કાર્ડ ધારકો માટે મહત્વની અપડેટ,ફટાફટ વાંચો - Amreli update

Aadhar card update : આધાર કાર્ડ ધારકો માટે મહત્વની અપડેટ,ફટાફટ વાંચો

Aadhar card update : ભારત સરકારે તમામ નાગરિકો માટે આધાર કાર્ડ હોવું જરૂરી કરી દીધો છે. આધાર કાર્ડ વિના કોઈપણ કામ શક્ય નથી. દરેક સરકારી કામોમાં આધાર કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. જો તમારે મોબાઇલમાં નવું કાર્ડ પણ લેવું હોય કે નવો મોબાઈલ ખરીદવો હોય તો પણ આધાર કાર્ડ ની જરૂર પડે છે. આધાર કાર્ડ એ ભારતના નાગરિકનું એક ઓળખ પત્ર છે. જો તમે હજુ સુધી આધારકાર્ડ અપડેટ નથી કર્યું અને આધાર કાર્ડ ની માહિતીથી અજાણ છો તો આ આજના લેખમાં તમને તમામ માહિતી વિગતવાર જણાવીશું. 

આધાર કાર્ડ અપડેટ કરવાના ઘણા ફાયદાઓ જાણીલો

  • આધાર કાર્ડ ની અપડેટ કરવાથી તમારા કોઈપણ સરકારી કામકાજ માટે ઉપયોગી આધાર કાર્ડ ની જરૂર પડે છે ત્યારે KYC જલ્દીથી થઈ જાય છે. 
  • આધાર કાર્ડ ની મદદથી ગણી નવિ યોજનાઓ તથા સ્કીમોનો લાભ લઈ શકો છો. કારણ કે આધાર કાર્ડ દરેક જગ્યાએ વેલિડ ગણવામાં આવે છે. 
  • આ આધાર કાર્ડ અપડેટ કરવાથી તમે તેમાં ગમે તે સુધારા કરી શકો છો.જેવા કે, જન્મતારીખ, નામ ,આધાર કાર્ડ માં આવેલા ફોટા વગેરે. 

ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા શું છે ?

આધારકાર્ડ બનાવતી વખતે રજીસ્ટ્રેશનમાં તમે જે નંબર આપ્યો હશે તે નંબરના માધ્યમથી આધાર કાર્ડ નું અપડેટ કરાવી શકાશે. હાલમાં ટેકનોલોજી ની મદદથી તમે ઘરે પણ અપડેટ કરી શકો છો. તમે તમારા મોબાઇલ કે કોમ્પ્યુટર દ્વારા ઓફિશિયલ વેબસાઈટ ની મદદ થી ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરી શકશો. હાલમાં નવી નવી અપડેટ સામે આવી છે તે મુજબ UIDAI એ નાગરિકોને ટ્વિટ કરીને જણાવ્યું છે કે નાગરિકો તેમના આધારકાર્ડમાં વર્તમાન મોબાઈલ નંબર અપડેટ કરે તો તેઓ ઘરે બેઠા વિવિધ પ્રકારની ખાનગી અને સરકારી સેવાઓને સુલભતા મેળવી શકે છે. આધાર કાર્ડ અપડેટ કરવાથી નાગરિકોને ઘણા બધા ફાયદાઓ મળી રહે છે. 

આવી રીતે Aadhar card સાથે મોબાઈલ Number અપડેટ કરો

  • હાલમાં તમારો મોબાઈલ નંબર આવા આધાર કાર્ડ સાથે અપડેટ નથી તો તમે આધાર સેવા કેન્દ્ર પર જઈને પણ કરાવી શકો છો તથા http://appointments.uidai.gov.in વેબસાઈટ ઉપર જઈને પણ કરી શકો છો.
  • હોમપેજ ઉપર આધાર ટેપ બટન પર ક્લિક કરવાનું રહેશે તે પછી બુક એપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો. 
  • ત્યારબાદ તેમાં તમારા નજીકના સર્વિસ સેન્ટરના વિકલ્પ ઉપર એપોઇન્ટમેન્ટ બુક કરાવવાની રહેશે. 
  • ત્યારબાદ આધાર કેન્દ્ર ઉપર જઈને તમારો મોબાઈલ નંબર સરળતાથી રજીસ્ટર કરી શકો છો. 
  • આધાર કાર્ડની આ અપડેટ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. જેથી આધાર કાર્ડનો ડેટા અને મોબાઈલ નંબર ના માધ્યમથી તમે કેવાયસી પણ કરી શકાવો છો.

Leave a Comment