Gold Prices Today : હાલમાં આવી રહેલો નવરાત્રી નો તહેવાર સોનુ ખરીદવા માટે એક સારો મોકો છે. આ દિવસોના તહેવારની સીઝનને લીધે ધ્યાનમાં રાખીને લોકો ઘરેણાની ખરીદી કરતા હોય છે. આ દિવસ ના લીધે છેલ્લા એક અઠવાડિયા થી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ સોનાનો વધતો ભાવ નાગરિકો અને ગૃહિણીઓને મૂંઝવણમાં મૂકી દે છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ રૂપિયા 77,390 છે અને 22 કેરેટનો ભાવ 10 ગ્રામ પ્રતિ 70,940 રૂપિયા થયો છે.
ગુજરાતના મુખ્ય શહેરોના લેટેસ્ટ સોનાના ભાવ શું છે? જાણો
રાજ્યના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, રાજકોટ ,સુરત અને અન્ય શહેરમાં સોનાનો એકસરખો ભાવ જોવા મળતો હોય છે.જ્યારે અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ રૂપિયા 77,440 નોંધાયો હતો.અને 22 કેરેટ સોનાનો ભાવ 10 g પ્રતિ રૂપિયા 70,990 નોંધાયો હતો.
સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ રૂપિયા 70,990 નોંધાયો હતો અને 24 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામ પ્રતિ રૂપિયા 77,440 નોંધાયો હતો.તાજેતરના દિવસોમાં સુરત સહિતના અન્ય મોટા શહેરોમાં સોનાના ભાવમાં વધારો ઘટાડો થઈ શકવાની શક્યતાઓ સંડોવાયેલી છે.પરંતુ માર્કેટમાં માનવું જોઈએ કે આગામી દિવસોમાં હજુ પણ સોનાના ભાવ વધી શકે છે.
બીજા અન્ય શહેરો જેવા કે રાજકોટ અને વડોદરામાં પણ સરખા ભાવ જોવા મળી રહ્યા છે. 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ રૂપિયા 70,990 નોંધાયો છે અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ 77,440 નોંધાયો છે. સુરત વડોદરા, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ એક સરખો જોવા મળી રહ્યો છે.
દેશના Delhi અને Mumbai City લેટેસ્ટ સોનાના ભાવ જોવો
દિલ્હીમાં દરરોજ સોનાનો ભાવ ઉપર નીચે થતો રહે છે. આ દિલ્હી શહેરમાં સોનાના 22 કેરેટ નો ભાવ 712 એ પહોંચી ગયો છે અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ રુ 77,540 નોંધાયો છે .મુંબઈ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ 70,940 રૂપિયા નોંધાયો છે .અને 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ 77,390 નોંધાયો છે. ગુજરાતના અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોમાં એક સરખા ભાવ નોંધાતા હોય છે પરંતુ મુંબઈ અને દિલ્હી શહેરો જેવા માં અલગ અલગ ભાવ જોવા મળે છે. આ ભાવ સ્થાનિક ટેક્સના આધારે નક્કી કરવામાં આવે છે.