How many Simcard your name Check : હાલમાં ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે. કે તમે તેના દ્વારા કોઈપણ કામ હલ કરી શકો છો. પરંતુ અમુક લોકો આ ટેકનોલોજી નો દુરુપયોગ પણ કરી શકે છે. જેમાંનું એક છે સીમકાર્ડ. હાલના સમયમાં આ સીમકાર્ડનો ઉપયોગ વધારે પ્રમાણમાં થવા લાગ્યો છે. કેટલાક લોકો આ સીમકાર્ડનો ઉપયોગ લોકોની છેતરપિંડી માટે કરે છે. તેઓ લોકોના નામ ઉપર સીમકાર્ડ કઢાવીને બીજા વ્યક્તિઓને છેતરવાનું કામ કરે છે. દરેક વ્યક્તિએ તે જાણવું જરૂરી બને છે કે પોતાના નામ ઉપર કેટલા સીમકાર્ડ સક્રિય છે. કારણ કે અજાણતામાં અમુક વખતે છેતરપિંડીના અને બિનકાયદેસર સીમકાર્ડ પણ ખુલ્લા રહી શકે છે. સરકાર અને ટેલિકોમ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ઓનલાઇન પોર્ટલ અને સેવા પર જઈને તમારા નામ પર કેટલા સીમકાર્ડ છે તેની ચકાસણી કરી શકો છો. આ ચકાસણી કરવા માટે તમારા ઓળખના દસ્તાવેજો તથા ફોન નંબરની જરૂર પડશે. જે તમારા નામનું બિન કાયદેસર સીમકાર્ડ મળી આવે તો તરત જ ટેલિકોમ વિભાગને જાણ કરો. જેથી તમારું નામ તથા ઓળખ સુરક્ષિત રહી શકે.
તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ ચાલુ છે તે જાણવાની પ્રક્રિયા
1.ટેલિકોમ કંપનીની વેબસાઈટ ઉપર જાઓ: ટેલિકોમ કંપની (Jio, Airtel, Vodafone, BSNL વગેરે)ની ઓફિસિયલ વેબસાઇટ ઉપર જાઓ.
2.લોગીન કરો અથવા નોંધણી કરો: જે તમે નવા યુઝર છો તો મોબાઈલ નંબર અને વ્યક્તિગત વિગતોનો ઉપયોગ કરીને નોંધણી કરો.
3.સીમ કાર્ડ માહિતી વિકલ્પ શોધો: સીમકાર્ડ ની માહિતી ,મને મળેલ સીમકાર્ડ ,એનરોલમેન્ટ તેની સમાન વિકલ્પ શોધો.
4.જરૂરી માહિતી દાખલ કરો: તેમાં તમારો મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર તથા અન્ય ઓળખ પુષ્ટિ કરનારા દસ્તાવેજો દ્વારા પોતાની ઓળખ ચકાસો.
5.સીમ કાર્ડ ની સંખ્યા તપાસો: દર્શાવેલી સૂચિમાં તમારી ઓળખ સાથે ચાલુ કરાયેલા સીમકાર્ડ ની સંખ્યા તથા વિગતો જોવા મળશે.
6.જો જરૂરી હોય તો યુઝર મેન્યુઅલ તપાસો: આ ઓફિશિયલ વેબસાઈટ ઉપર માહિતી ના મળી શકે તો ગ્રાહક સેવા સેન્ટર ઉપર સંપર્ક કરી શકો છો તથા ટેલિકોમ કંપનીના લોકલ ઓફિસમાં જઈને સંપર્ક કરી શકો છો.
7.અભ્યાસ નોંધો: જો તમને તેમાં કોઈપણ બિન કાયદેસર સીમકાર્ડ જોવા મળે તો તરત જ ટેલિકોમ કંપનીને જાણ કરો અને જે પણ સીમકાર્ડ કાર્યરત હોય તે બંધ કરવા માટે અરજી કરો.
તમારા સીમકાર્ડ દ્વારા બીજું કોઈ ખરાબ કામ કરી શકે છે!
જો તમારા નામ ઉપર બીજા સીમકાર્ડ તમને મળે છે તો તે ખરાબ કામ કરવા માટે તેનો ઉપયોગ કરે છે કેટલીક શક્યતાઓની જે મુજબ આપેલી છે:
1.જાલસાજી : તેઓ બીન કાયદેસર સીમકાર્ડનો ઉપયોગ કરીને નાણાકીય માહિતી, ફોટો સેવ કરવાની ડેટા ,વ્યવસાયિક માહિતી ચોરી શકે છે.
2.ફિશિંગ હુમલા: ખરાબ દુષણ કરનારાઓ તમારા નામનું સીમકાર્ડ વાપરીને ફિશિંગ અભિયાન ચલાવે છે અને જેના દ્વારા તમારી ખાનગી માહિતી પ્રાપ્ત કરે છે.
3.બિન કાયદેસર કોલ અને મેસેજ: આ સીમકાર્ડ દ્વારા તમારી ઓળખ નો ઉપયોગ કરીને જાલસાજી કોલ અને મેસેજ કરવામાં આવે છે .જેના દ્વારા તમને કાનૂની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
4.અન્ય વ્યક્તિના નામે સીમકાર્ડ બનાવવું: જો તમારું સીમકાર્ડ કામમાં લેવાય છે તો બીજા વ્યક્તિઓ પણ તમારું નામ વાપરીને બીજા સીમકાર્ડ મેળવી શકે છે. જે તમારા ઓળખની વિરુદ્ધ હોઈ શકે છે.
5.ફ્રોડલેન્ડ ટ્રાન્જેક્શન : તમારા નામનું સીમકાર્ડ વાપરીને અન્ય લોકો નાણાકીય વ્યવહારો પણ કરી શકે છે .જેના કારણે તમને નુકસાન થઈ શકે છે.
તમારા નામ ઉપર કેટલા સીમકાર્ડ ચાલુ છે તે જાણવા માટે કઈ એપ્લિકેશન નો ઉપયોગ કરી શકાય તે જુઓ
1.My airtel ( airtel) : એરટેલ કંપનીના કાર્ડ ગ્રાહકો પોતાના નામે સક્રિય સીમકાર્ડ ની વિગતો જાણવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. જેમાં લોગીન કરીને તમારા આઇડી ને ચકાસવું પડે છે.
2.My Jio(Jio): jio કંપનીના કાર્ડ ગ્રાહકો પોતાના સીમકાર્ડ વિશેની માહિતી મેળવવા માટે myjio એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે .તેમાં પોતાનો મોટેરોલ નંબર એન્ટર કરવો પડશે.
3.vodafone idea (VI) app : વી આઇ કંપનીના સીમકાર્ડ ગ્રાહકો પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોતાના નામે સક્રિય સીમકાર્ડ ની માહિતી મેળવી શકે છે.
4.BSNL mobile app: બીએસએનએલ કંપનીના કાર્ડ ગ્રાહકો બીએસએનએલની એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોતાના સીમકાર્ડ ની માહિતી મેળવી શકે છે.
5.Government of india-telecom service provider App: સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી અમુક એપ્લિકેશન માંથી કોઈ એક એપ્લિકેશન અને ડાઉનલોડ કરીને સીમકાર્ડ ની માહિતી મેળવી શકાય છે.
6.UIDAI App: જો તમારા સીમકાર્ડ સાથે આધારકાર્ડ જોડાયેલું હોય તો યુઆઇડીએઆઇ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારી આધાર કાર્ડ ની માહિતી તપાસી શકાય છે. જેમાં તમારા મોબાઈલ નંબર અને સીમકાર્ડ અને વિગતો દર્શાવેલી હશે.
7.call /customer service: તમારા સીમકાર્ડ ની માહિતી મેળવવા માટે ગ્રાહક સેવા નંબર ઉપર કોલ કરી શકો છો જેમ કે,
- Airtel: 121
- Jio : 199
- Vodafone idea: 199
- BSNL: 1800 180 1503