Pashu palan shahay yojana 2024 : ભારત સરકાર દ્વારા ખેડૂતોની સહાય માટે અનેક કલ્યાણકારી અને લાભદાયી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ઓનલાઈન અરજી સરળતાથી કરી શકે અને સહાય મેળવી શકે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે. હાલમાં પશુઓને ગર્ભધારણ માટે IVF ( ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશન) માટે રૂપિયા 5,000 ની સહાય મળી રહે છે. આ સહાય પ્રાયોગિક ધોરણે મહેસાણા, બનાસકાંઠા ,આણંદ અને સાબરકાંઠા જિલ્લાના અમલમાં મૂકવામાં આવનાર છે. આ યોજના માટેની વધારાની માહિતી નીચે મુજબ આપેલી છે તે વાંચો.
પશુપાલન યોજના ગુજરાત 2024 હાઈલાઈટ
યોજનાનું નામ | પશુપાલન સહાય યોજના |
યોજનાનો લાભ | પશુના ગર્ભધારણ માટે ₹ 5,000/- ની સહાય |
લાભ કોને મળશે? | રાજ્યના ખેડૂતોને |
અરજી ક્યાં કરવી? | ઓનલાઈન Ikhedut Portal પર |
ઓફિસિલય વેબસાઈટ | www.ikhedut.gov.in |
પશુપાલન ગર્ભધારણ સહાય યોજના
આ કૃત્રિમ બીજ એટલે કરવામાં આવે છે કે જેના લીધે સારી ઓલાદના પશુઓ પેદા થાય અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય જેને IVF એટલે કે ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશન કહે છે. આ કૃત્રિમ બીજદાન માં સારી ઓલાદના પશુઓના બીજ માદા પશુના ગર્ભમાં દાખલ કરવામાં આવે છે. જેના લીધે સારી એવી ઓલાદના પશુઓની પેદાશ થાય છે. ભારત સરકાર આ કૃત્રિમ બીજદાન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે દરેક પશુના ગર્ભધારણ માટે રૂપિયા 5000 ની સહાય આપે છે.
અરજી ક્યાં કરવી?
ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી તમારી અરજી મંજૂર કરવામાં આવશે તેની જાણ ગામના ગ્રામ સેવકો દ્વારા અથવા મોબાઇલમાં એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે. આ અરજી મંજૂર થાય ત્યારે પશુ રોગ નિષ્ણાંત પાસેથી કૃત્રિમ બીજદાન કરાવવાનો રહેશે. આ કૃત્રિમ બીજદાન કરાવ્યા પછી તમામ ડોક્યુમેન્ટ સાથે તાલુકા પંચાયતની પશુપાલન શાખામાં અરજી કરવાની રહેશે.અરજીની ચકાસણી થયા બાદ આ સહાયની રકમ તમારા બેંક ખાતામાં કરાવવામાં આવશે.
પશુપાલન કુત્રીમ બીજદાન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ખેડૂતનું અધારકાર્ડ
- જમીન ધરાવતા હોવાના પુરાવા તરીકે 7/12 ના ઉતારા
- મોબાઈલ નંબર
- રેશનકાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુકની નકલ.
સારાંશ
ખેડૂતોને સરકાર દ્વારા પશુઓમાં કુત્રિમ બીજદાન માટે ₹ 5,000/- ની સહાય કરવામાં આવશે.આ યોજનાનો અમલ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને મહેસાણા જિલ્લામાં કરવામાં આવનાર છે.આઈ ખેડૂત પોર્ટલ પર ટુંક સમયમાં ફોર્મ ભરવાના શરૂ થશે. ભારત સરકારની આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને લેવા માટે વિનંતી છે.