ભારત સરકાર દરેક રાજ્યોમાં વસતા નાગરિકોની સહાય માટે જુદી જુદી યોજનાઓ ચલાવે છે. અને તેમાંથી ઘણા નાગરિકો તેનો લાભ લે છે. સરકાર પાસેથી નાણાકીય સહાય મેળવવા માંગો છો. તો આ યોજનાનો લાભ લઈ શકો છો .જેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે.
વર્ષ 2017માં ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. ભારત દેશના બધા લોકોને તેમની નાણાકીય સ્થિતિને બે ધ્યાન કરીને સીધા બેન્કિંગ સેવાઓ સાથે જોડવાના હેતુથી આ યોજના ચલાવવામાં આવી છે. આ સ્કીમ લેવા માટે તમે ઝીરો બેલેન્સ થી ખાતુ ખોલાવી શકો છો. અને તેની પાસબુક તથા એક્સિડન્ટ વિમા જેવી સુવિધાઓનું એક્સેસ પણ મેળવી શકો છો.
આ સ્કીમ સાથે જોડાવાથી બેંકની સેવાઓ સરળ બને છે અને સાથે સાથે વીમા કવરેજ દ્વારા પણ આર્થિક સુધારાઓ મળે છે અને ઓવરડ્રાફ્ટ સુવિધાઓ જરૂરિયાતના સમયે મળી રહે છે.
પીએમ જન ધન યોજનાના લાભો
- તેમાં રૂપિયા 2 લાખ સુધીનો એકસિડેંટ વીમો મળી રહે છે.
- આ યોજનામાં રૂ.30,000 સુધીનું જીવન કવર મળે છે.
- જે તે નાગરિકના ખાતું ખોલાવવા પર રૂપિયા 2 હજાર સુધીનો પ્રારંભિક ઓવરડ્રાફ્ટ મળે છે.
- તમારા નજીકની કોઈપણ બેંકમાં તમે આ ખાતું ખોલાવી શકો છો.
- આ યોજનામાં રૂ.10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાઓની એક્સેસ મળે છે.
જન ધન યોજના શું છે ?
દેશના કોઈપણ નાગરિકો આ યોજનામાં ઝીરો બેલેન્સ હોય તો પણ પોતાનું ખાતું ખોલાવી શકે છે. આ યોજનાનો મુખ્ય કારણ એ જ છે કે દેશના તમામ લોકો બેંકો સાથે જોડાયેલા રહે છે. અને સરકાર દ્વારા મળતી નાણાકીય સહાય ડાયરેક્ટ બેંક ખાતામાં મેળવી શકે છે .દેશના કરોડો લોકો સેવિંગ ખાતા વીમા અને પેન્શન જેવી સ્કીમોને આ યોજના દ્વારા જોડવામાં આવે છે.
જન ધન યોજના માં એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા
- તમારી નજીકમાં આવેલી પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં જઈને ઓફલાઈન ખાતું ખોલાવી શકો છો.
- આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 10 વર્ષ ઉંમર હોવી જોઈએ.
- જરૂરી ડોક્યુમેન્ટસ હોવા જરૂરી છે. જેમ કે, આધાર કાર્ડ, પાનકાર્ડ.
- જો તમે બેંકમાં ખાતું ધરાવતા હોય તો તેને પીએમ જનધન યોજના ખાતામાં બદલી શકો છો.
પીએમ જન ધન યોજનામાં શા માટે ખોલાવવું જોઇયે?
- જો તમે બેંક મા ખાતું ખોલાવો છો તો તમે આર્થિક સુરક્ષાઓ અને બેન્કિંગ સેવાઓ માટે યોગ્યતા ધરાવવો છો.
- સરકાર દ્વારા આપવામાં આવતા લાભો માટે તમે પાત્રતા ધરાવી શકો છો.
- તમે આર્થિક સુરક્ષાઓનો લાભ મેળવી શકો છો. જેવી કે, વીમા અને ઓવરડ્રાફ્ટ સુવિધાઓ.
- આ યોજના ના ખાતામાં કોઈ ન્યૂનતમ બેલેન્સ જરુરી નથી.અને બેન્કિંગની બધી સેવાઓનુ એક્સેસ મેળવી શકો છો.