Namo Lakshmi Yojana Gujarat 2024 : ગુજરાત રાજ્ય દર વર્ષે નવી નવી યોજનાઓ બહાર પાડીને નાગરિકોને સહાય આપે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દીકરીઓ માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે . આ યોજનામાં જે વિદ્યાર્થીઓ ધોરણ 9 – 12 વર્ગમાં અભ્યાસ કરતી હોય તેમને નાણાકીય સહાય આપવામાં આવે છે. જ્યારે ગુજરાત સરકારનો નાણાકીય બજેટ બહાર પાડવામાં આવ્યું હતું તેમાં 02 ફેબ્રુઆરી 2024 ના રોજ આ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ એ છે કે છોકરીઓને શિક્ષણમાં કોઈ પણ રીતે નાણાકીય આધાર બની શકે અને તેમનું શિક્ષણમાં નાણાકીય અવરોધોને દૂર કરીને સારું શિક્ષણ આપીને તેમનો ભવિષ્ય ઉજળું કરવાનો છે.
નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024
આ નમો લક્ષ્મી યોજના એ ગુજરાતની વિદ્યાર્થીનીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ચાર વર્ષનો કુલ રૂપિયા 50,000 ની સ્કોલરશીપ આપવામાં આવે છે .ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માં રુપિયા 1250 કરોડના બજેટની ફાળવણી ફક્ત આ યોજના માટે કરેલી છે .આ યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને વાર્ષિક 10 લાખથી વધુ સ્કોલરશીપ નો લાભ મળી રહે છે.
યોજનાના ઉદ્દેશ્યો
શિક્ષણ વગરનું જીવન નકામું છે. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણ એક અગત્યની ભૂમિકા ભજવે છે. પોતાનું જીવન સગવડ ભર્યું અને સુલભ બનાવવા માટે શિક્ષણ જરૂરી છે. કોઈપણ દેશનો વિકાસ કરવા માટે જે તે દેશના નાગરિકોને શિક્ષણ આપવું અને શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે. આ શિક્ષણ આપવાના મુદ્દાને લઈને જ ગુજરાત સરકારે વિદ્યાર્થીનીઓ માટે આ નમો લક્ષ્મી યોજના બહાર પાડીને તેમના શિક્ષણ અને પ્રોત્સાહિત કરે છે . આ યોજનાનો હેતુ મહિલા અને પુરુષ બંનેને સમાનતાના હકને પ્રોત્સાહન કરવા, લિંગભેદ ભાવ દૂર કરવા અને કન્યાઓને આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાનો છે. શિક્ષણ સંબંધી મુશ્કેલીઓ દૂર કરીને ગુજરાત સરકાર તેમને ભવિષ્યમાં વધારે સારી એવી રોજગારની તકો માટે તૈયાર અને દ્રઢ બનાવવાની આશા રાખે છે.
શિષ્યવૃત્તિની રકમની માહિતી
આ યોજનામાં વિધાર્થીનીઓને નીચે મુજબની નાણાકીય સહાય આપવામાં આવે છે.
>ધોરણ-9: રૂપિયા 10,000 પ્રતિ વર્ષ
>ધોરણ-10: રૂપિયા 10,000 પ્રતિ વર્ષ
>ધોરણ-11: રૂપિયા 15,000 પ્રતિ વર્ષ
>ધોરણ-12: રૂપિયા 15,000 પ્રતિ વર્ષ
આ યોજનામાં ચાર વર્ષની એટલે કે ધોરણ 9 થી 12 સુધી કુલ રૂપિયા 50,000 રકમનો લાભ મળે છે.
લાયકાત
આ નમો લક્ષ્મી યોજના નો લાભ લેવા માટે અરજદાર ગુજરાતના સ્થાયી નિવાસી હોવા જોઈએ. વિદ્યાર્થીનીની ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષ અને વધુમાં વધુ 18 વર્ષ હોવી જોઈએ. વિદ્યાર્થીની ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી હોવી જોઈએ. પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી વધારે ન હોવી જોઈએ. આ યોજનાનો લાભ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ લઈ શકે છે.
જરૂરી દસ્તાવેજો
અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટસ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- કાયમી સરનામું
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- પાછળના વર્ષની માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
- ઇમેલ આઇડી વગેરે