Sankat Mochan Yojana : ગુજરાત સરકાર અસહાય નાગરિકો માટે નવી નવી યોજનાઓ બહાર પાડીને તેઓને નાણાકીય સહાય આપવાની કામગીરી હાથ ધરે છે. ગુજરાત સરકારે વર્ષ 2024-25માં રજૂ કરાયેલા નાણાકીય બજેટમાં આ સંકટમોચન યોજના ની જાહેરાત કરેલી છે. આ યોજનામાં બીપીએલ કાર્ડ ધારકોને આર્થિક રીતે મદદ કરવાનો ઉદ્દેશ્ય છે, કે જેમના રોજીરોટી કમાતા પરિવારના સભ્યો મૃત્યુ પામેલા છે.આ યોજનામાં ફોર્મ ભરવા માટેની માહિતી નીચે મુજબ દર્શાવી છે:
સંકટ મોચન યોજનાનો હેતુ
ગુજરાત સરકારના સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને સહાય આપવાના હેતુથી આવી બધી યોજનાઓ ધરાવે છે.આ યોજનાઓ સામાજિક સુરક્ષા વિભાગ સંચાલિત કરે છે.તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે જેમના પરિવારના સભ્યો રોજીરોટી કમાતા હોય તે સભ્ય મૃત્યુ પામ્યા હોય અને તેમના ઉપરની આર્થિક મુશ્કેલીને દૂર કરીને નાણાકીય મદદ કરવા માટે આ સંકટ મોચન યોજના નો લાભ આપે છે.
મળવા પાત્ર સહાયની રકમ
આ સંકટ મોચન સહાય યોજનામાં જે આર્થિક રીતે નબળા પરિવારમાં કમાતો સભ્ય મૃત્યુ પામ્યો હોય તો આ પરિસ્થિતિમાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વાર સહાય આપવામાં આવે છે જે સહાયની રકમ ₹20,000 છે.
પાત્રતા
- ગરીબી રેખા નીચે જીવતા પરિવારને આ યોજનાનો લાભ મળી રહે છે.
- આ ગરીબ પરિવારનો મુખ્ય સભ્ય કમાતો વ્યક્તિ સ્ત્રી કે પુરુષ આકસ્મિક રીતે કુદરતી કે અકસ્માતના કારણે મૃત્યુનો ભોગ બનેલો હોય .
- આ મૃત સ્ત્રી/ પુરુષની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- પરિવારના મુત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર
- જે તે મુત્યુ પામનાર વ્યક્તિના ઉમરનો પુરાવો.
- જેમનું ગરીબી રેખાની યાદી પર નામ હોવાનુ પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ જરૂરી
- બેંક એકાઉન્ટ ખોલાવેલું હોવું જોઈએ.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
જે તે પરિવારનો સભ્ય આકસ્મિક રીતે કુદરતી કે અકસ્માતમાં મૃત્યુનો ભોગ બનેલ હોય તેમને રૂપિયા 20,000 ની સહાય આપવામાં આવે છે.
સંકટ મોચન યોજના 2024 ની સહાયની ચુકવણી
- લાભાર્થીના પોસ્ટ અને બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા નાણાકીય સહાય જમા કરવામાં આવે છે.
નેશનલ ફેમીલી બેનીફીટ સ્કીમ અરજી આપવાનું સ્થળ
- ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો દ્વારા આ ઓનલાઈન અરજી કરવામાં આવે છે.
- જિલ્લા / તાલુકામાં જનસેવા કેન્દ્ર તથા મામલતદાર કચેરી માંથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
- વેબસાઈટ: https://www.digitalgujarat.gov.in/
- સંકટ મોચન યોજના 2024નું અરજી પત્રક ક્યાંથી મળશે?
- જિલ્લા કલેકટર કચેરી માંથી અને મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયત તરફથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
- અહીં આપેલી લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે. https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- આ ફોર્મ મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.
સંકટ મોચન યોજના માં અરજી કઈ રીતે કરવી?
- sankat mochan yojana apply online
- આ યોજના નો લાભ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઈટ ઉપર થી ગ્રામ પંચાયતો મા જઈને અરજી કરી શકાશે.
- આ યોજના અરજી કરવા માટે વેબસાઈટ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર લોગીન કરી ઓનલાઇન ફોર્મ ભરવુ પડશે.
- ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો દ્વારા આ સહાય મળે છે.