ISRO HSFC Recruitment 2024 : ઈસરો માં વિવિધ પોસ્ટ પર ભરતી - Amreli update

ISRO HSFC Recruitment 2024 : ઈસરો માં વિવિધ પોસ્ટ પર ભરતી

ISRO HSFC 103 Recruitment 2024 : ભારત સરકારે ઈસરોમાં પડેલી ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરેલી છે. જે બેરોજગાર ઉમેદવારો સારી નોકરીની શોધમાં છે. તેમના માટે આ ખૂબ જ મહત્વની બની રહેશે. યોગ્ય લાયકાત ધરાવતા અને ઈચ્છુંક ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે. આ ભરતીની તમામ માહિતી આપેલી છે.જેવી કે, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પોસ્ટ ની વિગતો, ખાલી જગ્યાઓ ,વેતન ,અરજી ફી, પસંદગી પ્રક્રિયા ,મહત્વની તારીખો, અરજી કઈ રીતે કરવી વગેરે. 

ISRO HSFC Recruitment 2024

સંસ્થાભારતીય અવકાશ સંશોધન સંસ્થા
પોસ્ટઅલગ અલગ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ19 સપ્ટેમ્બર થી 09    ઓક્ટોબર 2024
નોકરી સ્થળ ભારતમાં
ઓફિશિયલ વેબસાઈટ https://www.isro.gov.in/

પોસ્ટનું નામ

આ ભરતી માં અલગ અલગ પદોની ભરતી કરવામાં આવેલ છે.જેમ કે, સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી,સાયન્ટિફિક આસિસ્ટન્ટ,મેડિકલ ઓફિસર-એસ.ડી, મેડિકલ ઓફિસર-એસ.સી,ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન તથા આસિસ્ટન્ટ વગેરે. 

કુલ ખાલી જગ્યા

  • મેડિકલ ઓફિસર-એસ.ડીની 02,
  •  મેડિકલ ઓફિસર-એસ.સીની 01,
  •  સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સીની 10, 
  • ટેક્નિકલ આસિસ્ટન્ટની 28, 
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટની 01, 
  • ટેક્નિશિયનની 43, 
  • ડ્રાફ્ટ્સમેન 13,
  • આસિસ્ટન્ટની 05.

શૈક્ષણિક લાયકાત

  • મેડિકલ ઓફિસર-એસ.ડી – એમ.બી.બી.એસ ડિગ્રી
  • મેડિકલ ઓફિસર-એસ.સી – એમ.બી.બી.એસ ડિગ્રી
  • સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી – બી.ઈ, બી.ટેક + એમ.ઈ, એમ.ટેક
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ –  એન્જીનીયરીંગ ડિપ્લોમા
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ –  બી.એસ.સી
  • ટેક્નિશિયન –   ધોરણ-10 પાસ તથા અન્ય
  • ડ્રાફ્ટ્સમેન –   ધોરણ-10 પાસ તથા અન્ય
  • આસિસ્ટન્ટ  – કોઈપણ સ્નાતક

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
મેડિકલ ઓફિસર-એસ.ડી   રૂ.67,700 -2,08,700 સુધી
મેડિકલ ઓફિસર-એસ.સી રૂ.56,100 – 1,77,500 સુધી
સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી રૂ.56,100 -1,77,500 સુધી
ટેક્નિકલ આસિસ્ટન્ટ      રૂ.44,900 -1,42,400 સુધી
સાયન્ટિફિક આસિસ્ટન્ટરૂ.44,900 -1,42,400 સુધી
ટેક્નિશિયન                રૂ.21,700 -69,100 સુધી
ડ્રાફ્ટ્સમેન                        રૂ.21,700-69,100 સુધી
આસિસ્ટન્ટ              રૂ.25,500-81,100 સુધી

વયમર્યાદા

આ ભરતીમાં વય મર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલ છે.સરકાર તરફથી ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં નિયમો મુજબ છૂટ મળવાપાત્ર રહેશે.

  • મેડિકલ ઓફિસર-એસ.ડી – 18 થી 35 વર્ષ
  • મેડિકલ ઓફિસર-એસ.સી –  18 થી 35 વર્ષ
  • સાયન્ટિસ્ટ/એન્જીનીયર-એસ.સી  – 18 થી 30 વર્ષ
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ  – 18 થી 35 વર્ષ
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ –  18 થી 35 વર્ષ
  • ટેક્નિશિયન – 18 થી 35 વર્ષ
  • ડ્રાફ્ટ્સમેન  – 18 થી 35 વર્ષ
  • આસિસ્ટન્ટ   –  18 થી 28 વર્ષ

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન અલગ અલગ કસોટી લીધા બાદ કરવામાં આવશે.જે નીચે મુજબ આપેલી છે .અરજી ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી ચકાસીને નાખવું .કારણ કે આ પરીક્ષા ની તમામ માહિતી અને નવી અપડેટ્સ એ જ મોબાઈલ નંબર અને ઇમેલ દ્વારા આપવામાં આવશે.

  • સ્ક્રીનીંગ
  • લેખિત કસોટી / કોમ્પ્યુટર આધારિત કસોટી
  • કૌશલ્ય પરીક્ષણ (જો જરૂરી હોય તો)
  • ઇન્ટરવ્યૂ (જો જરૂરી હોય તો)

અરજી ફી

  • જનરલ તથા ઓબીસી કેટેગરી :- rs 500/-
  • સીબીટી પૂર્ણ થયા બાદ રૂ.400 ઉમેદવારને ફરીથી પાછા આપી દેવામાં આવશે. 
  • તે  સિવાયના તમામ કેટેગરીના લોકોને અરજી ફી ભરવાની નથી. 

અરજી પ્રક્રિયા

  • સૌથી પહેલા ઈસરોની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી અને પાસવર્ડ મળશે જેની મદદથી તમે લોગીન કરી શકશો. 
  • હવે તમારી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો. 
  • નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરો એટલે ફોર્મ ભરાઈ જશે.

મહત્વની તારીખો

ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર,  અરજી કરવાની તારીખ 19 સપ્ટેમ્બર 2024 થી અરજી કરવાની છેલ્લી તારીખ 09 ઓક્ટોબર 2024 છે.ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા પણ આ અરજી ફોર્મ ભરી શકો છો અને તમારા નજીકના જનસેવા કેન્દ્ર ઉપર જઈને પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment