bank holidays october 2024 : આવનારા ઓક્ટોબર મહિનામાં ઘણી રાષ્ટ્રીય અને રાજ્યવાર રજાઓ આવવાની છે. આ રજાઓના કારણે સરકારી બેંકો, શેરબજારો, સરકારી કચેરીઓ પણ બંધ રહેશે.આ બેંકમાં રજાઓ જુદી જુદી જગ્યાએ જુદા જુદા દિવસે રહેશે. ઓક્ટોબર મહિનાની રજાઓ માટે તહેવારો અને રાષ્ટ્રીય કાર્યક્રમો બંનેનો સમાવેશ થયેલો છે. તથા આ જ મહિનામાં બે શનિવાર અને ચાર રવિવારનો સમાવેશ થાય છે. જેના લીધે લોકોને વધારાના દિવસોની રજા મળે છે. ભારતમાં રાજ્ય પ્રમાણે બેંકની રજાઓ બદલાય છે.જેથી જો તમે ઓક્ટોબર મહિનામાં કોઈપણ બેંકમાં જવાનો વિચારતા હોય તો તમારે પહેલા આ રજાઓનુ લિસ્ટ ચેક કરવું પડશે.
ઓક્ટોબર 2024 માં ખાસ રજાઓ ક્યારે છે?
- 1લી ઓક્ટોબર: જમ્મુ કાશ્મીરમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને કારણે બેંકો બંધ રહેશે.
- 2ઓક્ટોબર: મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય તહેવાર હોવાથી પૂરા દેશમાં ઉજવવામાં આવે છે. તેથી તે રાષ્ટ્રીય રજા છે.
- 3જી ઓક્ટોબર: આવનારી નવરાત્રીના તહેવારના કારણે જયપુરમાં એક દિવસ માટે બેંકો બંધ રહેનારી છે.
- 5મી ઓક્ટોબર: દિવસે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.
- 10મી ઓક્ટોબર: ગુવાહાટી, કોહીમા, અગરતલા, કોલકત્તામાં દુર્ગા પૂજા / દશેરા ( મહાસપ્તમી) નિમિત્તે બંધ રહેશે.
- 11મી ઓક્ટોબર: બેંગલુરુ,ભુવનેશ્વર, ચેન્નાઇ ,ગંગટોક, રાંચી સહિતના તમામ શહેરમાં દશેરા (મહાઅષ્ટમી/ મહાનવમી ) નિમિત્તે બેંકો બંધ રહેશે.
- 12 ઓક્ટોબર: તે આ મહિનામાં બીજો શનિવાર છે. દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ ,લખનઉ વગેરે શહેરોમાં પણ બેંકો દશેરા (મહાનવમી/ વિજયાદશમી) નિમિત્તે બંધ રહેશે.
- 13મી ઓક્ટોબર: આ દિવસે રવિવાર હોવાથી પુરા દેશની બેંકોમાં રજા રહેશે.
- 14 ઓક્ટોબર: ગંગટોકમાં દુર્ગા પૂજા(દસૈન) ના તહેવારના કારણે બેંકો બંધ રહેશે.
- 16 ઓક્ટોબર: અગરતલા અને કલકત્તા શહેરમાં લક્ષ્મી પૂજાના કારણે બેંકોની કામગીરી બંધ રહેશે.
- 17મી ઓક્ટોબર: બેંગલુરુ, ગુવાહાટી અને શિમલામાં મહર્ષિ વાલ્મિકી તથા કટીબીહુ ના કારણે બેંકો બંધ રહેશે.
- 20મી ઓક્ટોબર: આ દિવસે રવિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે.
- 26 ઓક્ટોબર: જમ્મુ અને શ્રીનગરમાં બીજો શનિવાર અને વિનય દિવસને કારણે બેંકો બંધ રહેશે.
- 27 ઓક્ટોબર: આ દિવસે રવિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેવા પાત્ર થશે.
દિવાળી ઉપર બેંકો ક્યારે બંધ રહેશે?
31મી ઓક્ટોબર: બેંગલુરુ, કોલકત્તા, અમદાવાદ અને નવી દિલ્હી જેવા મોટા શહેરોમાં આ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. સાથે સાથે કાલી પૂજા અને સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી પણ ઉજવવામાં આવે છે. તેથી દેશભરની બેન્કિંગ કામગીરીને અસર થશે.
bank holidays october : પરંતુ આ રજાઓ હોવા છતાં તમે સરકારની ઓનલાઇન મોડ અને મોબાઈલની એપ્લિકેશન દ્વારા જરૂરી સેવાઓનો લાભ લઈને તમારી કામગીરી પૂર્ણ કરી શકો છો. ગ્રાહકો આ સેવાઓ દ્વારા કોઈ પણ વિક્ષેપ વગર નાણાકીય વ્યવસ્થા પણ કરી શકશે અને ATM સેવાનો પણ લાભ મેળવી શકે છે.