Gsrtc 10 pass Apprentice bharti : શું તમે આઈ.ટી.આઈ માં અભ્યાસ કરેલો છે? તો આ ભરતી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. ગુજરાત સરકારે gsrtc વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટરની અલગ અલગ ભરતીઓ બહાર પાડેલી છે. જીએસઆરટીસી અમદાવાદ ખાતે આવેલી કચેરી દ્વારા આ એપ્રેન્ટીસની ભરતી બહાર પાડવામાં આવે છે અને લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોની અરજીઓ મંગાવવામાં આવે છે. તો આ ભરતી વિશેની વિગતવાર માહિતી મેળવીને તેમાં અરજી કઈ રીતે કરવી તે અંગેની જાણકારી નીચે મુજબ આપેલી છે:
શૈક્ષણિક લાયકાત
Gsrtc 10 pass Apprentice ahemdabad bharti 2024 ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય બોર્ડ દ્વારા ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તથા આઈટીઆઈના ટ્રેડ માં પાસ થયેલા હોવા જોઈએ.જો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામ (કોપા) માં એપ્રેન્ટિસ કરવું હોય તો ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ અને આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ. ફ્રેશર ધોરણ 12 પાસ કોમ્પ્યુટર ઓપરેટર માટે અરજી કરી શકે છે .
એપ્રેન્ટીસ ટ્રેડ :
નીચે દર્શાવેલા તમામ ટ્રેડ ની અંદર આઈટીઆઈ માં પાસ કરેલા હોવા જોઈએ તો જ તમે એપ્રેન્ટિસ કરી શકો છો:
- બોડી ફીટર
- એમ એમ વી
- ડીઝલ મેકેનિક
- ઈલેક્ટ્રિશિયન વેલ્ડર
- વાયરમેન
- ફીટર ટ્રેડ
- કોપા
એપ્રેન્ટીસ માટે અરજી
Gsrtc 10 pass + ITI Apprentice bharti તમામ ઉમેદવારોએ એપ્રેન્ટીસ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવીને તેની હાડકોપી કઢાવીને એસ.ટી વિભાગીય કચેરી ગીતામંદિર અમદાવાદ બસ સ્ટેશન વહીવટી શાખાઓ પર આપવાની રહેશે.
આ અરજી ની તારીખ 25 સપ્ટેમ્બર 2024 થી 7 ઓક્ટોબર 2024 સુધીની છે.જેનો સમય સવારે 11 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી આ અરજી પત્રક આપી શકશો. અંદર દર્શાવેલા તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે પ્રમાણિત નકલ ને સંપૂર્ણ ભરેલા અરજી પત્રક સાથે ઉપરોક્ત સ્થળે અને સમય જમા કરાવવાનું રહેશે.
Hy I need a computer post
Looking for job