Gujarat Police bharti 2025માં 15000થી વધુ જગ્યા પર ભરતી કરાશે - Amreli update

Gujarat Police bharti 2025માં 15000થી વધુ જગ્યા પર ભરતી કરાશે

Gujarat Police bharti 2025 : આ રાજ્યના જે ઉમેદવારો પોલીસ વર્ગની નોકરીઓ મેળવવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહેલા છે. તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.અહીં જેની તમામ માહિતી આપેલી છે.ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અને ગુજરાત પોલીસ દળમાં જોડાવા માગતા યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વના રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે.

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આગામી 2025ના વર્ષમાં રાજ્ય પોલીસ દળ વર્ગ 3 ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યાઓ તેમજ સિનિયર -જુનિયર ક્લાર્ક ની 245 જગ્યાઓ, જેમ કુલ મળીને 15,000 થી વધુ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.

Gujarat Police bharti 15000 ,હર્ષ સંઘવીએ એ પણ જણાવ્યું છે કે ,હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ વર્ગ 3 ના વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આવનારા વર્ષ 2025 માં રાજ્ય પોલીસ દળ વર્ગ 3 ના અલગ અલગ સંવર્ગોની વિવિધ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે.

આગામી વર્ષ 2025 માં ગૃહ વિભાગ જે જગ્યાઓ ઉપર ભરતી કરવાનો આયોજન કરી રહી છે તે જગ્યાઓ આ મુજબ છે:-૩૫ એમ.ટી. પી.એસ.આઈ, ૫૫૧ ટેકનીકલ ઓપરેટર, ૪૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૧,૧૨૯ એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, ૧૨૬ વાયરલેસ પી.એસ.આઈ, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૨૧૪ એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ જેલ સિપાઈ(પુરુષ) અને ૩૧ જેલ સિપાઈ(મહિલા),૧૩૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ.

આ ઉપરાંત પોલીસ ખાતાની કચેરીઓમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીજી જગ્યાઓ પણ હાથ ધરવામાં આવશે.જેવી કે, સીનીયર ક્લાર્કની ૪૫ તથા જુનીયર ક્લાર્કની ૨૦૦ જગ્યાઓ મળી કુલ-૨૪૫ જગ્યાઓ.

Leave a Comment