Mukhyamantri Yuva Svavlamban Yojna 2024, ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી યોજના બહાર પાડી છે. જે યોજનાનું નામ MYSY ( મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂપિયા 10,000 થી 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે.
MYSY Yojana 2024: મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
આ MYSY યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓએ સ્નાતકમાં પ્રવેશ મેળવે અને તે પહેલા વર્ષમાં હોય તેમને આ યોજનાનો લાભ મળી રહે છે.જેમાં જમવાની સુવિધા ની સહાય આપવામાં આવે છે.જે તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી અનુદાનિત છાત્રાલયમાં પ્રવેશ ના મળી હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે.
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના સહાય
સરકારી અનુનાદિત છાત્રાલયમાં પ્રવેશ હોય ત્યાં વિદ્યાર્થીઓની 10 મહિના માટે દર મહિને ₹1200 મળવાપાત્ર હોય છે . કુલ વાર્ષિક આવક ₹12,000 ની સહાય તથા સાધન સહાય તથા અલગ અલગ અભ્યાસક્રમ પ્રમાણે સાધનોની સહાય આપવામાં આવે છે. જેમ કે, ઇજનેરી, ફાર્મસી ,ટેકનોલોજી, આર્કિટેક્ચર ની અંદર રૂપિયા 5000,મેડિકલ ડેન્ટલ ની અંદર ₹10,000 ડિપ્લોમા રૂપિયા ત્રણ હજાર પ્રથમ વર્ષે પણ એક વખત મળવા પાત્ર હોય છે.
અભ્યાસની વાર્ષિક ટ્યુશન તેની 50% રકમ મહત્તમ રૂપિયા 50 હજારની સહાય મળે છે.સરકાર માન્ય સંસ્થા જેમકે ,મેડિકલ અને ડેન્ટલ જેવા અભ્યાસ કરવા માટે વાર્ષિક ટ્યુશન ફી ના 50% રકમ ₹2,00,000 ની મર્યાદામાં મળી રહે છે.
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં કોને લાભ મળશે
જે વિદ્યાર્થી ધોરણ 10 પાસ કે ધોરણ 12 પાસ કરીને શૈક્ષણિક વર્છે-202425 માં સ્નાતક કક્ષાના અથવા તો ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મેળવ્યો હોય તેમને આ યોજનાનો લાભ મળી રહે છે.જે વિદ્યાર્થી ધોરણ 10 પાસ કરીને ડિપ્લોમા ડીગ્રી કરતા હોય તથા ધોરણ 12 પાસ કર્યા પછી નાટકની કોઈપણ ડિગ્રી કરતાં હોય તેમને આ યોજનાનો લાભ મળી રહે છે.
અલગ અલગ લાયકાતો ધરાવતા લાયક વિદ્યાર્થીઓને પણ યોજના નો લાભ મળી રહે છે.
મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના ની અગત્યની તારીખ
MYSY Yojana Last date apply : જે વિદ્યાર્થીઓને આ યોજના માટે નવી અરજી કરવાની રહે છે.તેને ફ્રેશ અરજી કહેવામાં આવે છે .અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર 2024 છે .અને રીન્યુઅલ અરજી કરવા માંગતા હોય એટલે કે પ્રથમ વર્ષની અંદર લાભ મેળવ્યો હોય તો પણ બીજા વર્ષમાં આ યોજનાનો લાભ મેળવવો હોય તો તેમના માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે.
આ યોજના માટે વધુ માહિતી મેળવવા વેબસાઈટ www.mysy.guj.nic.in પર જઈને મેળવી શકો છો.
હેલ્પલાઇન નંબર: 079-2656000, 7043333181