8 પાસ પર ભરતી : GUDC Recruitment 2024 - Amreli update

8 પાસ પર ભરતી : GUDC Recruitment 2024

GUDC Recruitment 2024 : ગુજરાત સરકારે જે લોકો બેરોજગાર છે તથા સારી એવી નોકરી ની શોધ કરી રહ્યા છે તેમને નોકરી મળી રહે તે માટેની ભરતી બહાર પાડેલી છે. ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ ધોરણ 8 પાસ હોય તેમના માટે પટાવાળા તથા ઓફિસ આસિસ્ટન્ટની સીધી ભરતી કરવાની કામગીરી હાથ ધરી છે.આ ભરતી માટેની તમામ માહિતી અહીં આપેલી છે.જેવી કે, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પોસ્ટનું નામ, મહત્વની તારીખો ,ખાલી જગ્યાઓ  પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા ,અરજી કઈ રીતે કરવી વગેરે.

GUDC Various Recruitment 2024

સંસ્થાનું નામ ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ
પોસ્ટનું નામ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ 01 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટ https://gudc.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  •  આ વિભાગ દ્વારા ધોરણ 8 પાસ ઉપર પ્યુન કમ સ્વીપરની અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષિણક લાયકાત

આ ભરતીની દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત નીચે દર્શાવેલી છે. 

  • ઓફિસ આસિસ્ટન્ટ : કોઈપણ સ્નાતક
  • પ્યુન કમ સ્વીપર : ધોરણ-08 પાસ

પગાર ધોરણ

જી.યુ.ડી.સી ની મળેલ વિગતો અનુસાર આ ભરતીની પોસ્ટ ઉપર સિલેક્શન થયા બાદ ઉમેદવારોની મળવા પાત્ર વેતન નીચે દર્શાવેલું છે. 

  • ઓફિસ આસિસ્ટન્ટ : રૂપિયા 22,000
  • પ્યુન કમ સ્વીપર : રૂપિયા 16,000

વયમર્યાદા

  • ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. આ ભરતીમાં કોન્ટ્રાકટ/આઉટસોર્સીંગની ભરતી હોવાથી આરક્ષિત ઉમેદવારો છે તેમને સરકાર શ્રી ના નિયમો મુજબ છૂટછાટ મળશે નહીં. 

અરજી ફી

જી.યુ.ડી.સીની  સૂચના  મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ચૂકવવાની રહેતી નથી. 

નોકરીનું અડ્રેસ નીચે મુજબ આપેલ છે :

  • પી.આઈ.યુ કચેરીઓ જેમ કે ,ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત (હાલ વાપી), રાજકોટ તથા ભાવનગર ખાતે રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. જો સંસ્થા ઈચ્છે તો બીજી અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર ની પસંદગી કરવાની સત્તા સંસ્થા પાસે હોય છે. અરજી ફોર્મ ભરતી વખતે દરેક ઉમેદવારે પોતાનો મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી સાચું અને ધ્યાનથી લખવું .કારણકે પરીક્ષા કે ઇન્ટરવ્યૂની તમામ માહિતી તમારા આપેલા મોબાઈલ નંબર અને ઈમેલ દ્વારા જ મોકલવામાં આવશે. 

અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ આપેલ છે :

  • આ અરજી ફોર્મ ભરતા પહેલા નીચે આપેલી જાહેરાત નો અભ્યાસ કરો અને આ ભરતી માટે લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનો રહેશે . 
  • જો તમે આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તો તમારો પૂર્ણ બાયોડેટા/ રિઝ્યુમ  કંપનીની નીચે આપેલી ઓફિશિયલ ઈ-મેલ આઇડી ઉપર મેલ કરવાનો રહેશે. spelloenterprise@gmail.com

મહત્વની તારીખો

આ વિભાગ દ્વારા કરાયેલ ભરતી ની જાહેરાત 01 ઓક્ટોબર ,2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. જેની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર, 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તેઓએ ભરતી ની છેલ્લી તારીખ પહેલા અરજી જમા કરાવી દેવી. 

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત જોવો અહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ અહી ક્લિક કરો

3 thoughts on “8 પાસ પર ભરતી : GUDC Recruitment 2024”

Leave a Comment