NPS Vatsalya Yojana 2024 : આજના યુગમાં બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ દરેક માતા-પિતાની જવાબદારી બની રહે છે. બાળકોના ભવિષ્યને નાણાકીય રીતે સક્ષમ બનાવવા માટે એક નવીનતમ યોજના બહાર પાડી છે. જેનું નામ NPS વાત્સલ્ય યોજના છે. જેમાં માતા-પિતા દર વર્ષે રૂ.1000 નુ પ્રારંભિક રોકાણ કરીને પાછળથી બાળકો માટે પેન્શન ફંડ મેળવી શકે છે.
NPS વાત્સલ્ય યોજના શું છે?
ભારત સરકારના હાલના નાણા પ્રધાન નિર્મલા સીતારામ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ્ય બાળકોને ભવિષ્યમાં નાણા સહાય પેન્શન રુપે આપવાનો છે. કાનૂની વાલીઓ અને માતા-પિતા આ યોજનામાં રોકાણ કરીને પોતાના બાળકોને આર્થિક ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. તો તે બાળક 18 વર્ષનું થઈ જાય પછી આપોઆપ NPS યોજના એકાઉન્ટમાં રૂપાંતરિત થઈ જાય છે. અને પુખ્તાવસ્થામાં તેમના માટે સંપત્તિનું નિર્માણ કરવાનું ચાલુ રાખે છે.
શા માટે તમારે NPS વાત્સલ્ય યોજનામાં રોકાણ કરવું જોઈએ?
૧.ઓછા પ્રવેશ રોકાણ: દર વર્ષે રૂ.1000 જેટલી ન્યૂનતમ રકમથી પ્રારંભ કરી શકો છો ,જે બધા માટે સુલભ હોય છે.
૨.ઉચ્ચ વળતર: રૂ,1000 જેટલી નાની રકમ પણ ભવિષ્યમાં આગળ જતા નોંધપાત્ર રકમ વૃદ્ધિ કરી શકે છે. જે ચક્રવૃદ્ધિ વ્યાજ માં રૂપાંતરિત થઈ જાય છે.
૩.લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા: બાળક જ્યારે પુખ્તાવસ્થા એ પહોંચે છે ત્યારે આ યોજના દ્વારા સ્થિર પેન્શન અને આવક થાય છે.
NPS વાત્સલ્ય યોજનામાં કોણ રોકાણ કરી શકે છે?
NPS Vatsalya Yojana investment આ યોજનામાં ભારતીય તથા NRI નાગરિકો રોકાણ કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો પાસે જો પાનકાર્ડ હોય તો કાનૂની વાલીઓ તેમના માટે ખાતું ખોલાવી શકે છે.
ઉપાડમાં સુલભતા
આ યોજના ઉપાડમાં પણ રાહત આપે છે. જેની શરતો નીચે મુજબ છે.
- લોક-ઇન પીરિયડ: પ્રથમ ઉપાડ ત્રણ વર્ષે કરી શકો છો.
- આંશિક ઉપાડ: શિક્ષણ, ગંભીર બીમારી અથવા વિકલાંગતા માટે 25% સુધીનું યોગદાન લૉક-ઇન સમયગાળા પછી પાછું ખેંચી શકાય છે.
- વાર્ષિક ખરીદી: ₹2.5 લાખથી વધુના ખાતાઓ માટે, બેલેન્સના 80%નો ઉપયોગ વાર્ષિક ખરીદી કરવા માટે થાય છે, અને 20% એકમ રકમ તરીકે ઉપાડી શકાય છે.તથા ₹2.5 લાખથી ઓછી રકમ માટે સમગ્ર રકમ એકસાથે ઉપાડી શકાય છે.
કેવી રીતે NPS વાત્સલ્ય યોજનાનુ ખાતું ખોલવું?
તમે ઓનલાઇન કે ઓફલાઈન મારફતે ખાતુ ખોલાવી શકો છો. NPS Vatsalya Yojana Account Open
- ઓનલાઈન: આ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ e-NPS પ્લેટફોર્મ પરથી પણ સરળતા થી ખાતું ખોલાવી શકો છો.
- ઓફલાઈન: આ ફોર્મ ભરવા માટે તમારા નજીકમાં આવેલા મુખ્ય બેંકો, ઈન્ડિયા પોસ્ટ અથવા પેન્શન ફંડ ઓફિસ જેવા પોઈન્ટ્સ ઓફ પ્રેઝન્સ (POPs) ની મુલાકાત લો.
ICICI બેંકે પહેલેથીજ અમુક બાળકો માટે એકાઉન્ટ રજીસ્ટર કરીને સ્કીમ શરૂ કરી છે અને નવા બાળકો ને તેમના NPS વાત્સલ્ય એકાઉન્ટ્સ માટે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર્સ (PRAN) આપવામાં આવે છે.
તમે આજે જ તમારા બાળકના ભવિષ્યને સુરક્ષિત કરો!
NPS Vatsalya Yojana Secure your Child’s future આ યોજના દ્વારા તમે તમારા બાળકના આર્થિક સહાય અને ભવિષ્ય માટે પેન્શન ફંડ બનાવવા શરૂઆત કરવાની એક સારી તક છે .આંશિક ઉપાડ ના લાંબો અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા સાથે તથા લવજીક યોગદાન વિકલ્પો દ્વારા આ યોજનાની મદદથી તમારા બાળકના જીવન માટે સુયોજિત છે. તો આજે જ રોકાણ કરીને તમારા બાળકના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે સરકાર દ્વારા શરૂ કરેલ યોજના નો લાભ લો.