PM Mudra Loan : ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દેશના નાગરિકો માટે અવારનવાર તેમના હિત માટેની અવનવી યોજનાઓ બહાર પાડે છે. દરેક નાગરિક પોતાનો વ્યવસાય શરૂ કરીને સ્વ ગુજરાન કરી શકે તે માટે એક લોન યોજના શરૂ કરેલી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના Pradhan Mantri Mundra Loan Yojana. યોજના દ્વારા રૂપિયા 50,000 થી દસ લાખ સુધીની લોન મળવા પાત્ર છે.
જો તમે બેરોજગાર છો કે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય વ્યવસ્થા નથી, તો તમે આ યોજનાનો સહારો મેળવીને તમારા વ્યવસાય શરૂ કરી શકો છો.આ યોજના દ્વારા મળતી લોન ની રકમ તરત જ તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે.આ યોજનાનો લાભ મેળવવા માટે દરેક વ્યક્તિએ યોજના માટેનું અરજી ફોર્મ સબમીટ કરવું અતિઆવશ્યક છે.
PM Mundra Loan, આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના એ નવીનતમ વ્યવસાય માટે સાહસ કરનારા અને પોતાના વ્યવસાય ને વધારે આગળ વધારવા માટેની એક અતિ ઉત્તમ તક છે. આ યોજના દ્વારા તેઓની નાણાકીય સહાય આપીને તેમના સાહસમાં વધારો કરી શકાય છે.આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે વિગતવાર માહિતી આપેલી છે તે ધ્યાનથી વાંચો અને જુઓ.
Pradhan Mantri Mundra Loan Yojana.
યોજનાનું નામ | પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024 | Pradhan Mantri Mudra Loan Yojana 2024 |
કોને દ્વારા શુરુ કર્યું | કેન્દ્ર સરકાર દ્વારા |
યોજનાની શરૂઆત | 08 એપ્રિલ 2015 |
લાભાર્થી | નાના વેપારીઓ |
લોન | રૂ. 50000 થી રૂ.10 લાખ સુધી |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://www.mudra.org.in/ |
Pm Mudra Loan Yojana હેઠળ કેટલી લોન મળશે?
તમે આ લોન લેવા માંગતા હોય તો આ લોન ત્રણ પ્રકારે મળશે.તેમાં શિશુ,કિશોર,તરુણ એમ ત્રણ પ્રકારે આપવામાં આવે છે.
- જો તમારે શિશુ લોન નો લાભ લેવો હોય તો રૂપિયા 50,000 સુધીની લોન મળી શકશે.
- જો તમારે કિશોર લોન નો લાભ લેવો હોય તો રૂપિયા 50,000 – પાંચ લાખ સુધીની લોન મળી શકશે.
- જો તમારે તરુણ લોન નો લાભ લેવો હોય તો રૂપિયા પાંચ લાખ – દસ લાખ સુધીની લોન મળી શકશે.
જરૂરી દસ્તાવેજો
આ યોજના હેઠળ તમામ યુવાનોએ અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજો આપવાના રહેશે જે નીચે મુજબ છે.
- આધાર કાર્ડ,
- પાન કાર્ડ,
- બેંક એકાઉન્ટ,
- સરનામાનો પુરાવો,
- આવક પ્રમાણપત્ર,
- પાસપોર્ટ સાઇઝનો ફોટો,
- મોબાઇલ નંબર.
ઑનલાઇન કેવી રીતે અરજી કરવી?
- આ લોન ની ઓનલાઈન અરજી કરવા માટે, સૌથી પહેલા તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ – https://www.mudra.org.in/ પર જવું પડશે.
- તમારી સામે વેબસાઈટ નું હોમ પેજ ખુલશે.તેમાં શિશુ, તરુણ અને કિશોરના ત્રણ વિકલ્પો દેખાશે.
- જે પણ ટાઈપ ની લોન લેવા માંગતા હોય તે વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે.
- જે વિકલ્પ ઉપર ક્લિક કરશો તે વિકલ્પનુ એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે.
- તેમાં આપેલા ડાઉનલોડ વિકલ્પ ઉપર ક્લિક કરીને તે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- Downloading Application Form ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢવાની રહેશે.
- એપ્લિકેશન ફોર્મ માં આપેલી તમામ માહિતી તમારે સાચી અને યોગ્ય રીતે ભરવાની રહેશે.
- ફોર્મ ભર્યા પછી ફોર્મની સાથે, માંગેલા તમામ દસ્તાવેજો જોડવા પડશે.
- તમારા નજીકમાં આવેલી બેંકમાં તમારે આ અરજી ફોર્મ સબમીટ કરવાનુ રહેશે.
- બેન્ક કર્મચારીઓ દ્વારા અરજી મંજૂર થયા પછી પીએમ મુદ્રા લોનની રકમ મળવા પાત્ર થશે.
Muje Lona ki jarut he