vidya lakshmi yojana Education loan : ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે નવી નવી યોજના ઓ બહાર પાડવામાં આવે છે. તેમાની એક યોજના છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના.જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય પરંતુ નાણાકીય અભાવ ના કારણે પુરતો અભ્યાસ કરી શકતા નથી. તેથી આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે.કેન્દ્ર સરકાર આ લોન કોઈ પણ ગેરંટી વગર અને ઓછા વ્યાજ દરે આપશે.આ યોજનાનો લાભ મેળવવા માટે તેની યોગ્યતા , નિયમો, અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મુજબ આપેલી છે.
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન મળશે અને તે પણ ઓછા વ્યાજ દર સાથે આપવામાં આવશે. મહત્વની બાબત એ છે કે આ લોન કોઈપણ ગેરંટી જામીનગીરી વગર મળી શકશે. અહીં પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ની તમામ વિગતો આપેલી છે તે વાંચો અને શેર કરો.
Vidya lakshmi Yojana હેઠળ 10 લાખ સુધીની લોન
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ એ જ છે કે NERF રેન્કિંગ ધરાવતી સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન આપવાનો છે. UGC ના ચેરમેન એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રમાં 101 થી 200 NERF રેન્કિંગમાં સામેલ હોય તેવા કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને આ લોન આપવામાં આવશે.
ભારત દેશની ટોચની 860 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના મતે આ ટોચ ની શૈક્ષણિક સંસ્થાઓમાં દર વર્ષે લગભગ 22 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. એટલે કે એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ મેળવવાની તક મળી રહેશે.
દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને મળશે Vidya lakshmi Yojana નો લાભ
આ પ્રધાનમંત્રી યોજનાનો લાભ દર વર્ષે માત્ર એક લાખ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી યોજના માટે વર્ષ 2024-25 અને વર્ષ 2030-31 માટે 3600 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેનો લાભ 7,00,000 વિદ્યાર્થીઓને મળવાની અપેક્ષા છે. આ યોજના દ્વારા દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને 3% વ્યાજ સબસીડી અને વાઉચર મળેલ હશે ત્યાં તો ભારતના નાણામંત્રી નિર્મલા સીતા રમણ એ પોતાના કેન્દ્રીય બજેટ ભાષણમાં પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી.
Vidya lakshmi Yojana માટે યોગ્યતા અને ફાયદા
- આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
- કેન્દ્ર સરકાર 7.5 લાખ રૂપિયા સુધીની લોન ઉપર પોતાના તરફથી 75% ક્રેડિટ ગેરેંટી અરજદાર ને આપશે.
- જે વિદ્યાર્થીઓ ના પરીવાર ની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા હશે તે વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન મળશે.
- આ યોજનામાં વિદ્યાર્થીને 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપર 3% વ્યાજમાં રાહત મળી રહે છે.
- આ યોજનામાં તમને 4.5 લાખ સુધીની વાર્રાષિક આવક ધરવતા વિધાર્હથીનોને સંપૂર્તણ વ્યાજ મુક્ત રહશે
- જે વિદ્યાર્થીને અગાઉથી અન્ય સરકારી શિષ્યવૃત્તિ મળે છે તો તેઓને આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો મળી શકશે નહિ.
- આ યોજના હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ માટે ટેકનીકલ અને પ્રોફેશનલ કોર્સ માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને લોન મળશે.
Vidya lakshmi Yojana અરજી કેવી રીતે કરવી?
કેન્દ્ર સરકારે બહાર પાડેલી આ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઓફિશિયલ પોર્ટલ ઉપર પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો જરૂર પડશે.જેવા કે, આધારકાર્ડ, ફોટા , શૈક્ષણિક લાયકાત, માર્કશીટ સંબંધિત શૈક્ષણિક સંસ્થાનું એડમિશન લેટર અને આઇડી કાર્ડ વગેરે.
અમારો આ આર્ટીકલ તમને ઉપયોગી બની રહેશે. આવી બીજી ભરતી અને યોજનાની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાંજોડવ રહો અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.