Aadhar Card Link With Family | આધાર કાર્ડ લીંક કરો પરિવારના સભ્યના આધાર કાર્ડ સાથે જાણો - Amreli update

Aadhar Card Link With Family | આધાર કાર્ડ લીંક કરો પરિવારના સભ્યના આધાર કાર્ડ સાથે જાણો

Aadhar card link with family : ભારત સરકારે દરેક નાગરિકો માટે વ્યક્તિગત આધાર કાર્ડ જરૂરી બનાવી દીધું છે. આ આધારકાર્ડ ખૂબ જ મહત્વનો ડોક્યુમેન્ટ છે.જે તમારે કોઈ પણ કામ કરવા હોય તો તે આધારકાર્ડ વગર શક્ય બનતું નથી.અમુક એવા પણ કામ હોય છે કે જેમાં પરિવારના સભ્યોના આધાર કાર્ડની જરૂર પડતી હોય છે.તો આપણે તેમને કોલ કરીને ફોટા મંગાવવા પડે છે પરંતુ હવે ફોટા મંગાવવાની જરૂર નહીં પડે.કારણ કે તમે તમારા આધાર કાર્ડ સાથે પરિવારના સભ્યનું આધાર કાર્ડ લિંક કરી દેશો તો કોઈપણમાં સભ્યનું આધારકાર્ડ મેળવી શકાશે.તેના વિશેની તમામ માહિતી નીચે આપેલી છે તે વાંચો.

Aadhar Card Link With Family

  • સૌથી પહેલા પ્લેસ્ટોર કે એપ સ્ટોરમાંથી માય આધારકાર્ડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
  • તેમાં આપેલી દરેક વિગતો ભરીને એકાઉન્ટ બનાવીને લોગીન કરવાનો રહેશે.
  • આ એપ્લિકેશનમાં ફેમિલી મેમ્બર નું ઓપ્શન જોવા મળે તે વિકલ્પ પર ક્લિક કરીને મેમ્બરનો આધાર કાર્ડ લિંક કરી શકાય છે.
  • આ ફેમિલી મેમ્બરના વિકલ્પ ઉપર ક્લિક કરશો એટલે તેમની માંગેલી તમામ વિગતો ભરવાની રહેશે.જેવી કે ,આધાર નંબર ,જન્મ તારીખ, નામ, જે સભ્ય સાથે સંબંધ વગેરે.
  • ત્યારબાદ તમે જે ફેમિલી મેમ્બર ની વિગતો ભરી હોય તે મેમ્બરમાં આધાર કાર્ડ સાથે લિંક કરેલા નંબરમાં ઓટીપી આવશે.
  • તે ઓટીપી દાખલ કરવાનો રહેશે. 
  • આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તમારા મોબાઇલમાં જે તે ફેમિલી મેમ્બર નો આધાર કાર્ડ લિંક થઈ જશે અને તમારે જરૂર પડે ત્યારે તેમનું આધારકાર્ડ ડાઉનલોડ કરીને તેની નકલ કઢાવી શકો છો. 

આ પ્રક્રિયા સુરક્ષિત છે શું ?

આ આધારકાર્ડ એ એક ખૂબ જ કીમતી દસ્તાવેજ છે. જો કોઈપણ તમારા ફોનમાંથી આધારકાર્ડ ની માહિતી મેળવી લે તો તેનો દુરુપયોગ કરી શકે છે. તેથી દરેકને મનમાં આ સવાલ ઉભો થાય છે. પરંતુ તેના માટે ગભરાવવાની કોઈ જરૂર નથી. કારણ કે તમે આ ડિજિટલ આધાર કાર્ડ ઉપર બાયોમેટ્રિક લોક પણ લગાવી શકો છો.જેમ કે ,પીનલોક અથવા તો ફિંગર પ્રિન્ટ વગેરે. 

શું ફાયદો થશે ?

આ રીતની મદદથી તમારુ તથા તમારા પરિવારના સભ્યોનું આધાર કાર્ડ ડિજિટલી મોબાઈલ માં રાખી શકો છો. દરેક જગ્યાએ આધાર કાર્ડ લઈને ફરવું પડતું નથી. કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે આધાર કાર્ડ મેળવી શકાય છે. 

જ્યારે કોઈ પણ ફેમિલી મેમ્બરના આધાર કાર્ડ ની જરૂર પડે તો હવે ફોટા મંગાવવાની જરૂરિયાત નહીં રહે .તમે મોબાઈલ દ્વારા તેઓનુ આધારકાર્ડ મેળવી શકશો. 

મને આશા છે કે આ માહિતી તમને ખૂબ જ સારી રીતે ઉપયોગી બનશે અને ગમશે. તો તમારા દરેક મિત્રો તથા કુટુંબીજનોને જરૂરથી શેર કરવા વિનંતી. આભાર.

Leave a Comment